જોઇ દાવ-પેચ દુનિયાના હ્રદય આ ગભરાય છે,
કર્યા કાન બંધ છતા સ્વાર્થ ના પડઘા સંભરાય છે.
રહી જગ જાહેર જેને વિતાવ્યુ છે આખું જીવન ,
જોઇ ભીડ લોકોની આજ એ ખૂણે જઇ સંતાય છે.
સ્વજન બની ફરે છે મારા ચોફેર જે લોકો,
ભીતર એમના ઝાંકુ તો બસ નફરત જ છલકાય છે.
અનેક વાગ્યા છે કાંટા, આ જીવન કેરા સફરમાં,
મળે જો રાહ પર ફૂલ તો પણ મન મારું શંકાય છે.
તોયે કરુ છુ આભાર તારો, ઓ જાલિમ દુનિયા,
તમારા જ પ્રતાપે "રાહી” થી ગઝલ આવી લખાય છે.
~ મહેશ ચૌધરી, “રાહી”