Thursday 25 August 2016

મનની વાત

મનમાં હતી જે વાત કોને કહું?
સુની લાગે કેમ રાત કોને કહું? 

પૂછ પૂછ તો સૌ કોઈ કર્યા કરે છે પણ 
સાંભરે ના કોઈ જવાબ, તો કોને કહું? 

કર્યો છે બદનામ જે રીત થી દુનિયા એ,
નથી આદમી એટલો હું ખરાબ, કોને કહું? 

રંક ગણી બેઠા મને મારી એક હાર પર,
હતો હું પણ એક નવાબ, કોને કહું?

મીલનનુ એ દ્રશ્ય હજી તાજુ છે આંખમાં,
કોના જોયા હતા ખ્વાબ, કોને કહું?

મયખાના  નો અર્થ પણ ન્હોતો ખબર આમતો,
પીતો થયો હોઈશ કેમ શરાબ, કોને કહું?

~ મહેશ ચૌધરી, “રાહી”

Tuesday 3 May 2016

આ ગામ આપણું.

વર્ષોથી તરસ્યા હ્રીદય ને આજ 
દઈ ગયું એક જામ, આ ગામ આપણું.

છે વડ વિશાળ એક ને ઘટા એની અંધારી
લે સવ જ્યાં કાલીનું નામ, આ ગામ આપણું. 

પ્રભાતે લે સવ રામ નું નામ ને ભજન ગુંજે
જ્યાં થાતા શામ, આ ગામ આપણું.

શહેર ની ભીડમાં બેચેન બની મન 
ચહે જે એકજ ઠામ, આ ગામ આપણું.

છુ ઉભો આજ ગામ ભાગોર ને જોવું છુ
ફરી એ દેવોના ધામ, આ ગામ આપણું.

~ મહેશ ચૌધરી, “રાહી”

મુક્તક

1.  ​ પૂછ્યો પ્રષ્ન “રાહીએ” કે, અહિં મારુ કોણ છે? જવાબ ચહ્યો’તો જ્યાં જ્યાંથી,  એ સવ કોઈ આજે મૌન છે.   ~ મહેશ ચૌધરી, "રાહી...